September 27, 2019

આ છે જહાંગીર...



આ છે #જહાંગીર. વિદ્યાર્થીઓનો મિત્ર. મોટા ભાગના વિદ્યાર્થીઓ એના રોકડીયા ગ્રાહકો! શાળાના ગેટની બિલકુલ સામે લારી. એક રૂપિયામાં કાકડીની બે ચીરી કરીને આપે. સ્મિત સાથે કાકડી ઉપર મીઠું-મરચું પણ લગાવી આપે. આ.. હા.. છોકરાંને તો મજા પડી જાય. એક રૂપિયામાં જલસો. 🤤 એમાંય વળી કોક કાકડી કડવી નીકળે તો બચ્ચા પાર્ટીની ટુકડી ફરિયાદ લઇને પ્હોંચે છેક લારી સુધી! મુદ્દામાલ સાથે. "કાલે આને બદલી આપી તી. તો મને પણ બદલી આપો." માલ બદલી જ આપવો પડે.
આમ તો છોકરાઓને પડીકાવાળા નાસ્તા બહુ ગમતા હોય છે, પણ એવા પડીકાઓને બદલે બાળકોને સ્વાસ્થ્યપ્રદ એવા સસ્તા ફળ શાકભાજી નું વેચાણ કરતા મિત્રને અભિનંદન!

મેં પૂછ્યું, "રોજની એવરેજ કેટલી કાકડી વેચાય તારે?"
"રોજની બે મણ, સાહેબ!"
"હેં? શું વાત કરે લ્યા? રોજની બે મણ કાકડી છોકરા ખઈ જાય છે?"
"ના હવે સાહેબ, બીજા પણ આવતા જતા કાકડી લે છે."
"તો ઠીક ભાઇ."
"લો સાહેબ, કાકડી ચાખશો?"
"ચાખીશું નહિ, આજે તો ખાઈશું. 5 રૂપિયાની બનાય, ગાડીમાં બીજા 4  જણા હશે. અને મીઠું-મરચું લગાય તમતમારે.. "
" લો ને હવે...સાહેબ પૈસા પૈસા શું કરો છો?"🤤

આવો છે જહાંગીર.
શાળાની આસપાસ 200 મીટર સુધી કોઈ જગ્યાએ કોઈ પડીકાવાળો નાસ્તો, ગુટખા કે પાનમસાલાનું વેચાણ થતું નથી.

મિત્તલકુમાર પ્રજાપતિ,
તા. 26/09/2019

May 10, 2019

રેડિયો 92.7 TOP FM પર નગવાડા પ્રાથમિક શાળા Thank you so much RJ Hazel

FM રેડિયો 92.7 Top FM પર RJ Hazel સાથે નગવાડા પ્રાથમિક શાળા વિશે થયેલી મારી ટેલિફોનિક વાતચીત સાંભળવા વિડીયો પર ટચ કરો... 
પાણી બચાવવું એ આપણી સહિયારી અને બહું જ ગંભીર જવાબદારી છે. આપણે બચાવેલું પાણી બીજા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી શકાય. આવનારી પેઢી માટે પણ આ બચત જરૂરી છે. આ માટે અમે અમારી શાળામાં વેડફાતું પાણી કેવી રીતે અટકાવ્યું, અને એનો કેવી રીતે સદુપયોગ કર્યો, એની RJ-Hazel સાથે સરસ વાત કરી.

આ પ્રકારનું કેમ્પેઇન ચલાવવા બદલ અને અમને રેડિયો પર વાત કરવાની તક આપવા બદલ 92.7 TOP FM અને RJ-Hazel બેનનો ખુબ ખુબ આભાર... 

નગવાડા સ્કૂલ ન્યુઝ


July 24, 2018

PC માં BISAG અને Whatsapp ચાલું કરો

શિક્ષકમિત્રો,
         આપણી શાળામાં બાયસેગ/વંદે ગુજરાત ચેનલનું પ્રસારણ ઘણી વાર સ્થાનિક ટેક્નીકલ ખામીઓ કે વાતાવરણને કારણે બંધ થઇ જતું હોય છે. આવા સમયે અગત્યના શૈક્ષણિક કાર્યક્રમો જોવાના રહી જતા હોય છે અથવા તો બાજુની શાળામાં જોવા જવું પડતું હોય છે. આનો કાયમી ઉકેલ છે – NoxPlayer અને Bluestacks સોફ્ટવેર. અહીં આપણે NoxPlayer વિશે માહિતી મેળવીએ...

Ø NoxPlayer સોફ્ટવેરના ફાયદા:-

Ø આ સોફ્ટવેર કમ્પ્યુટર/લેપટોપ માટે છે. આ સોફ્ટવેર કમ્પ્યુટરમાં ઇન્સ્ટૉલ કર્યા પછી તમારું PC તમારો મોબાઇલ બની જશે.
Ø મોબાઇલની તમામ એપ્લીકેશન (વોટ્સએપ,જીમેલ, ઇંસ્ટાગ્રામ, Jio TV,CINEMA વગેરે) તમારા કમ્પ્યુટરમાં ખુલશે.

Ø જરૂરી ડિવાઇસ :- (1)કમ્પ્યુટર સેટ (2)ઈન્ટરનેટ કનેક્શન (3)મોબાઈલ

         રીત :-
            સૌપ્રથમ www.bignox.com વેબસાઈટ પરથી NoxPlayer સોફ્ટવેર (સાઇઝ ૩૧૫ mb) ડાઉનલોડ કરો. અને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટૉલ કરી લો. હવે કમ્પ્યુટરના ડેસ્કટૉપ પર બે નવા આઇકોન આવી ગયા હશે. (1)Nox અને (2)Multi-drive. એમાંથી Nox પર ક્લીક કરશો એટલે તમારા મોબાઈલની જેમ ડિસપ્લે આવી જશે. એમાં પ્લે સ્ટોર ના આઈકોન પર ક્લીક કરીને તમને ગમતી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકશો. બાયસેગ/વંદે ગુજરાત ચેનલ જોવા માટે Jio TV એપ ડાઉનલોડ ઈન્સ્ટૉલ કરીને, એને ઓપન કરીને ગુજરાતી ચેનલ તરીકે સર્ચ કરશો એટલે લાઇવ પ્રસારણ જોઇ શકાશે. આ સિવાય પણ દરેક જરૂરી એન્ડ્રોઈડ એપ્લીકેશન ક્મ્પ્યુટરમાં ઈન્સ્ટૉલ કરીને ઉપયોગ કરી શકાશે.                                                       





March 24, 2018

ગુણોત્સવ ૮ માટેની સ્કૂલ પ્રોફાઇલ વર્ડ ફાઈલ

ગુણોત્સવ 8 માટેની શાળા પ્રોફાઈલ માટેની લેટેસ્ટ ફાઈલ,
માઈક્રોસોફ્ટ વર્ડ ફોર્મેટ માં...
જેથી એમાં સુધારા વધારા કરી શકાશે. દર વર્ષે કામ આવે એવી ફાઈલ. ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ફોન્ટ સપોર્ટ ન કરે તો, ફોન્ટ અહીંથી ડાઉનલોડ કરો. 

February 10, 2018

૬૯ મા પ્રજાસતાક દિન ની ઉજવણી, તારીખ-૨૬/૦૧/૨૦૧૮ શુક્રવાર

તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮, શુક્રવાર ના રોજ દેશના "૬૯મા પ્રજાસતાક દિવસ" ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની ઉજવણીમાંં શાળાનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી. સભ્યો, સરપંંચશ્રી, પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં  હતા.













સાંસ્કૃતિક કાર્યક્રમોના વિડિયો જોવા અહીં ક્લીક કરો...

January 31, 2018

લીલા ચણાની દાળ અને રોટલાનો પ્રોગ્રામ

                                   તારીખ ૩૦/૧/૨૦૧૮ મંગળવાર ના રોજ શાળામાં લીલા ચણાની દાળ અને રોટલા છાશ, ગોળ ના સમૂહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બધા વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક ભાઇઓ-બહેનોએ સમૂહભોજનનો આનંદ લીધો હતો. આ જમણવારનું આયોજન અને ભારે જહેમત શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી પ્રવિણભાઈ જાદવે ઉઠાવી હતી. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ખડેપગે રહીને દાળ રોટલાના જમણવારને સફળ અને લિજ્જતદાર બનાવ્યો હતો... 

વિડિયો જોવા માટે અહીંં ક્લીક કરો...

સમૂહમાં લીલા ચણાની દાળ-રોટલાનો આનંદ લેતા બાળકો


તપેલું ભરીને લીલા ચણાનો માવો


વઘાર...


લાલઘુમ વઘાર


January 28, 2017

૬૮ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, ૨૦૧૭

તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ગુરૂવારના રોજ શ્રી નગવાડા પ્રાથમિક શાળામાં આપણા દેશના ૬૮મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

May 25, 2016

Summer Vacation

Summer Vacation :
From: 02/05/2016 to 05/06/2016

School opens from 06/06/2016

March 28, 2016

2015-2016 SEMESTER- 2 EXAMINATON

Sem- 2 exminaton starts from April 16, 2016.
Result will be declared on 30th April, 2016
Summer vacation starts from 2nd May 2016.

February 26, 2015

બાળમેળો અને લાઈફ સ્કિલ બાળમેળો - 2015

બાળમેળો
તારીખઃ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫, શુક્રવાર.
સમયઃ ૮.૦૦ થી ૧૬.૦૦

આ વર્ષના બાળમેળાનું નામ 'બાળમેળો અને લાઈફ સ્કિલ બાળમેળો' - એવું આપવામાં આવ્યું છે. જેનાથી ખબર પડે છે કે બાળકોને કૌશલ્યો શીખવવાના છે. આ વર્ષે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એક શિક્ષકે બાળકોને 'સ્વચ્છતા' અંગેની વાર્તા પણ કહેવાની છે. અહીં એક 'સ્વચ્છતા' અંગેની વાર્તા મુકું છુ. આ વાર્તાને અભિનય દ્વારા ભજવી પણ શકાશે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા !
“ અરે તું હજી પણ ઘરે નથી ગયો ? નોકરીનો ટાઈમ તો ક્યારનોય પૂરો થઇ ગયો છે. ”
“ તારી વાત સાચી છે ભાઈ, પણ સવારે છોકરા ને મુકવા સ્કુલે જવું પડે તેમ હતું, આથી મોડો આવેલો. ”
“ તો શું થયું ? સફાઈ કાલે ના થઇ જાય ? ”  મોજુએ કહ્યું.
“ મોજુ, આજની સફાઈ કરવાનું છોડી દઉં તો કાલે વળી પાછો ડબલ કચરો ના થઇ જાય ? ” ડોમુ એ પોતાની નિખાલસતા બતાવી.
“ વાત તો ડોમુ તું બરાબર કરે છે. મને ખયાલ છે તારી પત્ની તું થોડો મોડો પડે કે અવળા વિચારો લાવીને તારી ચિંતા કરે છે. તું કચરો સાફ કર અને હું તેને સામેની મોટી ડસ્ટ બીનમાં નાખી આવું. ” કહીને તે કચરાગાડીને દોરવા લાગ્યો.
“ ખુબ આભાર તારો પણ જો જે પાછો મારું કામ વધી ના જાય ! ” કહીને ડોમુ હસ્યો.
“ વધી ના જાય મતલબ ??? હા…સમજ્યો ફિકર ના કર એક તીનકું પણ નીચે નહિ પડવા દઉં. ”
“ શાબાશ, તને ખબર છે; હમણા આપણા પ્રધાન મંત્રીજીએ જે સ્વચ્છતા અભિયાનને જોર આપ્યું છે તો આપણે તો ફરજ માત્ર બજાવીએ છીએ. ”
“ રાઈટ, જોને ન્યુઝ પેપરમાં ફોટો જોયેલો કે અનીલ અંબાણી જેવી હસતી પણ ઝાડું લઈને રોડ સાફ કરવા લાગેલી. ”
“ હા, તને ખ્યાલ છે, એ વ્યક્તિને ત્યાં તો એક ગામની વસ્તી જેટલા તો સફાઈ કામદારો કામ કરતા હશે. ”
“ સાચી વાત છે, હવે ગપ્પા ઓછા મારીએ તો જલ્દી કામ પૂરું થાય અને તું જલ્દીથી ઘરે જઈ શકે ! ” કહીને મોજુ તેનાં ખાસ મિત્રને મદદ કરવા લાગી ગયો.
બંને મ્યુનીસીપાલીટીમાં સફાઈ વિભાગમાં નોકરી કરતા હતા. એકબીજાને મદદરૂપ થઈને સહાનુભુતિ બતાવતા એક જીવંત દાખલા સમાન બની ગયા. એવામાં એમનો સુપરવાઈજર નીકળ્યો. બેયને કામ કરતા જોઇને તેઓએ બાઈકને થોભાવ્યું.
“ શાબાશ ડોમુ, હજી ઘરે નથી ગયો ? અને મોજું તને તો બાજુનો રોડ આપેલો છે. ”
“ સર, સવારે થોડ મોડો આવેલો તો મેકુ એટલું સાફ કરી નાખું તો કાલે બહુ લોડ ના પડે. ”
“ કેવી સરસ મેંટાલીટી છે; અને મોજુ ? ”
“ સર એ તો બહાર જતો હતો અને મને જોયો કે તમારી જેમ જ ઉભો રહી ગયો. ”
“ હા, તમને ખબર છે એની પત્ની તો ડોમુ મોડો પડે કે બહુ ચિંતા કરતી હોય ! આથી હું તેને હેલ્પ કરતો હતો. ”
“ શાબાશ, હેલ્પ કરે તે હેલ્પર હવે જ તો તારી સાચી કબુલાત. બેયને એક એક કલાકનો ઓવર ટાઈમ મંજુર કરી દઈશ. ”
“ સર અમે કંઈ ઓવર ટાઈમ નથી કરતા. તમે એય મજાના જ્યાં જતા હોય ત્યાં નીકળો બસ થોડું પત્યું કે અમે પણ નીકળીએ જ છીએ. ”
“ લો હું પણ કંઈક મદદ કરાવું; પછી ડોમુ તને તારા ઘરે છોડી દઈશ. ”
“ સર, આભાર તમારો પણ હું તો સીટી બસમાં જતો રહીશ. ”
“ ઓકે, તમે લોકો જલ્દી પતાવો, જો હું તને એટલી પણ મદદ ના કરું તો ભગવાન મને ‘ફટ ભૂંડો ’ કહે. ” સુપરવાઈજર બોલ્યા કે બેય વળી પાછા ફટાફટ સફાઈ કરવા લાગી ગયા.
જતા જતા તેમના સુપર વાઈજર વિચારતા જાય છે કે અગર હર એક સફાઈ કામદાર પોત પોતાના ભાગે આવતું કામ રોજ પૂરી કરી નાખે તો કેવું અદભુત ! આવા નાના એવા કામ માટેથી આવડા મોટા દેશના વડા પ્રધાનને સફાઈ ઝુંબેશ ઉપાડવી પડે તે દરેક નાગરિક માટે શરમજનક વાત છે. નાના એવા કામદાર પાસેથી આજે તેમને એક વસ્તુ શીખવા મળી કે; રોજનું કામ રોજે પૂરું થઇ જાય તો દરેક દિવસ રાહત અપાવે ! અને કામ કરવામાં ધગશની સાથે ઉત્સાહ પણ રહે !
કોઈ માણસ રસ્તે ચાલ્યો જતો હોય અને થાક લાગે ત્યારે બેસવા માટે વિચારે છે. આથી તે આસ પાસ જોઇને કોઈ ચોક્ખી અને ઉંચી જગ્યાએ બેસે છે. પરંતુ નીચે ધૂળમાં કે ગંદી જગ્યામાં નથી બેસી જતો; કારણ તેનું દિલ થાકીને લોથ પોથ થયા બાદ સ્વીકારતું નથી. એટલે જ કોઈએ કહ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મીન્સ પ્રભુનો વાસ.
વિદેશમાં જઈએ તો ખ્યાલ આવે કે ત્યાં કેટલી સ્વચ્છતા છે. અને સ્વચ્છતા નો ભંગ કરનારને દંડની પણ જોગવાઈ છે. ભારતનો કોઈ પણ નાગરિક વિદેશમાં જાય ત્યારે આ બધું જુએ છે ને પાલન પણ બરાબર કરે છે.
કોઈ મહાન માણસોના કહેવા મુજબ, અગર દરેક વ્યક્તિ પોત પોતાની ફરજોને અકડીને ચાલે તો સફાઈ કામદારો ને ઘણી રાહત મળે. અને દેશ આખો એટલો સ્વચ્છ રહે કે રોજ દિવાળી !
દિવાળીના દિવસોમાં ઘરે ઘરે સફાઈ અભિયાન ચાલતા જોવા મળે છે. અભિયાન પૂરું થાય પછીનો થાક મીઠો લાગે છે અને લોકો રંગોળી પૂરીને, મીઠાઇ ખાઈ ને તહેવારો ઉજવે છે.
બીજા દિવસે ડોમુ અને મોજુ કામ માટે ગયા તો સૌએ તેમને ઊંચકી લીધા. તેમની સિફારિશ છેક કમિશ્નર સુધી થઇ. બેયને કામમાં બઢતી મળી અને પગાર વધ્યો. જેનાથી તેમની દિવાળીનો તહેવાર પણ સુધરી ગયો. બેય શાંતિથી બેઠા હતા ત્યારે વિચારે છે કે, ફરજનું પાલન કરવાથી પણ ઈજ્જત અને સન્માન મળે છે. એવું તો કોઈ મોટું કામ નહોતું કર્યું પણ ફરજ પ્રત્યે જે વફાદારી અને પ્રમાણીકતા બતાવી તે કામ કરી ગઈ.
આવા નાના માણસ પાસેથી પણ મોટો માણસ જો શીખે તો નાનામાં નાની ગંદકી દૂર થઇ જાય. દેશમાં આવતા વિદેશી પર્યટકો આપણી ગંદકી જોઇને નાકના ટીચકા ચડાવે છે. તો એમને પણ ખબર પાડી દઈએ કે, ભારત દેશ ભલે મોટો અને વધુ વસ્તી ધરાવતો; પણ સ્વચ્છ દેશ છે !
“ તને ખ્યાલ છે મોજુ ? એક વાર ટ્રેનમાં એક ભાઈએ દાણા-ચણા ખાઈને કાગળનો ટુકડો ખિસ્સામાં મુક્યો કે મને તેમના પર થોડી ખીજ ચઢેલી. એવડા મોટા માણસ થઈને આવડો પેપરનો ટુકડો સંઘરીને પસ્તી માટે રાખશે ? પણ જયારે મેં સ્ટેશન પર ઉતરીને તે ટુકડો કચરાપેટીમાં નાખતા જોયો અને ખબર પડી. આથી તેમના પર માન ઉપજ્યું. ”
“ હા ડોમુ, એ પણ એક ખિસ્સાનો મહત્વનો ઉપયોગ થયો ગણાય ! ”
“ તેં તો મને ભણવાના દિવસો યાદ અપાવી દીધા. આના ઉપયોગો લખો ને તેના ઉપયોગો લખો. ”
“ ત્યારે બરાબર ઉપયોગો લખ્યા હોત તો સફાઈ કામદાર ના હોત ! ”
“ એ બધું છોડ પણ આજ મને સમજાયું કે નાનું કામ પણ મોટું સન્માન અપાવે છે. ”
“ તારી વાત સાચી છે. ”
કહીને બેય એકબીજાને વળગી પડ્યા. તેમને જોઇને ચારે બાજુ ઝાડો હલવા લાગ્યા ને ઉપર રિયો રિયો સૂર્ય મરકી ને બેયને વધામણી આપવા લાગ્યો.
********************** આભાર *********************

February 13, 2015

૬૬ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી (૨૬ જાન્યુઆરી ૨૦૧૫)

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫
સોમવાર

આજ રોજ શ્રી નગવાડા પ્રાથમિક શાળામાં ભારતના ૬૬મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
(રાષ્ટ્રધ્વજ ફરકાવતા સરપંચશ્રી)
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ગામના સરપંચ શ્રીમતી દલીબેન મકવાણા, ઉપસરપંચશ્રી રઘુભાઇ બાર, તલાટી/મંત્રીશ્રી ઉસ્માનભાઇ ભટ્ટી, એસ.એમ.સી.ના સભ્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સૌપ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની યાદી નીચે મુજબ છે


September 17, 2014

પ્રથમ સત્ર પરીક્ષા કાર્યક્રમ: 2014-2015


પ્રથમ સત્ર પરીક્ષા કાર્યક્રમ • સુરેન્દ્રનગર

September 11, 2014

ધોરણ ૬ થી ૮ નુ સમયપત્રક


                 ** સમયપત્રક **

ધોરણઃ ૮       વર્ષઃ ૨૦૧૪-૧૫

તાસ
વાર
સોમ
મંગળ
બુધ
ગુરૂ
શુક્રH
 સમય
શનિ
સમય

૧૦.૪૦ થી
૧૧.૦૦
પ્રાર્થના કાર્યક્રમ
7.20
----
8.00
પ્રાર્થના કાર્યક્રમ
1
૧૧.૦૦ થી
૧૧.૪૫
અંગ્રેજી
અંગ્રેજી
અંગ્રેજી
અંગ્રેજી
અંગ્રેજી
8.00
----
8.40
કવાયત
2
૧૧.૪૫ થી
૧૨.૨૫
સા. વિ.
સા. વિ.
સા. વિ.
સા. વિ.
સા. વિ.
8.40
----
9.15
અંગ્રેજી
3
૧૨.૨૫ થી
૧.૦૦
ગણિત
ગણિત
ગણિત
ગણિત
ગણિત
9.15
----
9.45
સા. વિ.

૧.૦૦ થી
૧.૫૦
મો  ટી   રિ  શે  ષ
(મ  ધ્યા  હ  ન ભો  જ  ન)
૯.૪૫ થી
૧૦.૦૦
રિ શે ષ
 4
૧.૫૦ થી
૨.૨૫
સંસ્કત
કમ્પ્યુંટર
સંસ્કત
કમ્પ્યુંટર
શા.શિક્ષણ
૧૦.૦૦ થી
૧૦.૩૦
ચિત્ર
 5
૨.૨૫ થી
૩.૦૫
વિ.ટે.
વિ.ટે.
વિ.ટે.
વિ.ટે.
વિ.ટે.
૧૦.૩૦  થી
૧૧.૦૦
સંગીત/
સ.ઉ.ઉ.કાર્ય

૩.૦૫ થી
૩.૧૫
ના  ની   રિ  શે  ષ
૧૧.૦૦ થી
૧૧.૩૦
મધ્યાહન ભોજન
 6
૩.૧૫ થી
૩.૫૦
હિન્દી
હિન્દી
હિન્દી
હિન્દી
હિન્દી

 7
૩.૫૦ થી
૪.૨૫
સા. વિ.
સા. વિ.
સા. વિ.
ગણિત
સા. વિ.

 8
૪.૨૫ થી
૫.૦૦
ગુજરાતી
ગુજરાતી
ગુજરાતી
ગુજરાતી
ગુજરાતી