શાળા પ્રવૃ્તિઓ


તા. ૩/૧૨/૨૦૧૪

ધોરણઃ ૬
વિષયઃ અંગ્રેજી
Taste of Waste



                         પ્રવૃ્તિનું નામઃ સલાડ બનાવવો.



                   આજે મેં અને ધોરણઃ ૬ ના વિદ્યાર્થીઓએ ભેગા મળીને સલાડ બનાવ્યો. આગલા દિવસે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી દીધુ હતું. જે બાળકો શાકભાજી લાવી શકે એમ હતા, એમને ગાજર, મૂળા, કાકડી, કોબીજ, વટાણા, ટામેટા, ડુંગળી, કોથમી, જીરું- વમીઠું, બીટ, સફરજન વગેરે લઇને આવવા કહ્યું. જો કે બાળકોને વાનગીના નામ અંગે સસ્પેન્સ રાખ્યું. જે બાળકો કઇ લાવી શકે એમ નહોંતા, એમને શાકભાજી સમારવાનું કામ સોપીને એમને પણ પ્રવૃ્તિમાં ભાગીદાર બનાવ્યા. સરસ કટીંગ થઇ ગયા પછી ડીસમાં સરસ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું. સલાડ તૈયાર થઇ ગયા પછી સ્ટાફના ભાઇઓ-બહેનોને વાનગી જોવા માટે અને ટેસ્ટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. છેલ્લે ધોરણઃ ૬ ના તમામ બાળકોમાં સલાડ વહેંચ્યો અને સૌએ સાથે મળીને સલાડનો ટેસ્ટ માણ્યો. મજા-મજા પડી ગઇ. શિયાળામાં આવતાંં દરેક પ્રકારની શાકભાજી અને ફળો ખાવા જોઇએ, એવી સમજણ કેળવીને તાસ પુરો કર્યો...

મિત્તલકુમાર એ. પ્રજાપતિ
મ.શિ., નગવાડા પ્રા. શાળા

No comments:

Post a Comment