September 27, 2019

આ છે જહાંગીર...



આ છે #જહાંગીર. વિદ્યાર્થીઓનો મિત્ર. મોટા ભાગના વિદ્યાર્થીઓ એના રોકડીયા ગ્રાહકો! શાળાના ગેટની બિલકુલ સામે લારી. એક રૂપિયામાં કાકડીની બે ચીરી કરીને આપે. સ્મિત સાથે કાકડી ઉપર મીઠું-મરચું પણ લગાવી આપે. આ.. હા.. છોકરાંને તો મજા પડી જાય. એક રૂપિયામાં જલસો. 🤤 એમાંય વળી કોક કાકડી કડવી નીકળે તો બચ્ચા પાર્ટીની ટુકડી ફરિયાદ લઇને પ્હોંચે છેક લારી સુધી! મુદ્દામાલ સાથે. "કાલે આને બદલી આપી તી. તો મને પણ બદલી આપો." માલ બદલી જ આપવો પડે.
આમ તો છોકરાઓને પડીકાવાળા નાસ્તા બહુ ગમતા હોય છે, પણ એવા પડીકાઓને બદલે બાળકોને સ્વાસ્થ્યપ્રદ એવા સસ્તા ફળ શાકભાજી નું વેચાણ કરતા મિત્રને અભિનંદન!

મેં પૂછ્યું, "રોજની એવરેજ કેટલી કાકડી વેચાય તારે?"
"રોજની બે મણ, સાહેબ!"
"હેં? શું વાત કરે લ્યા? રોજની બે મણ કાકડી છોકરા ખઈ જાય છે?"
"ના હવે સાહેબ, બીજા પણ આવતા જતા કાકડી લે છે."
"તો ઠીક ભાઇ."
"લો સાહેબ, કાકડી ચાખશો?"
"ચાખીશું નહિ, આજે તો ખાઈશું. 5 રૂપિયાની બનાય, ગાડીમાં બીજા 4  જણા હશે. અને મીઠું-મરચું લગાય તમતમારે.. "
" લો ને હવે...સાહેબ પૈસા પૈસા શું કરો છો?"🤤

આવો છે જહાંગીર.
શાળાની આસપાસ 200 મીટર સુધી કોઈ જગ્યાએ કોઈ પડીકાવાળો નાસ્તો, ગુટખા કે પાનમસાલાનું વેચાણ થતું નથી.

મિત્તલકુમાર પ્રજાપતિ,
તા. 26/09/2019

No comments:

Post a Comment