શ્રુતિ Font ને સ્માર્ટ બનાવો

મિત્રો, આ એક પ્રકારના યુનિકોડ ફોન્ટ છે. શ્રુતિ કે ઈન્ડીક ગુજરાતી લખાણને અલગ અલગ લૂક આપવા માટે આ પ્રકારના ફોન્ટસ વપરાય છે. આ ફોન્ટનો લાભ લેવા માટે નીચે મુજબની સરળ અને મફત પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.

ફોન્ટને કેવી રીતે વાપરીશું?
  • સૌપ્રથમ આ ફોન્ટને ડાઉનલોડ કરવા પડશે. શ્રુતી ગુજરાતીને Unicode ફોન્ટમાં ફેરવવા માટેના ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
  • હવે તમારા કમ્પ્યુટરમાં એને ઈન્સ્ટોલ કરી લો. (ફોન્ટ પર રાઈટ ક્લીક કરવાથી Install ઓપ્શન આવશે.)
  • હવે માઇક્રોસોફ્ટ વર્ડ માં શ્રુતિમાં લખાણ લખો.
  • હવે લખાણ ને સિલેક્ટ કરો.
  • ઉપરથી ફોન્ટ ચેઈન્જ કરો.
  • તમારા શ્રુતિ લખાણ બદલાઇ જશે.
મિત્રો, તમે ધારો તો કોઇ એક શબ્દ, લીટી, વાક્ય, ફકરો કે સમગ્ર પાનાને સિલેક્ટ કરીને લખાણ બદલી શકો છો. આ ટ્ર્રીક માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ અને આઉટલુક બધામાં સહેલાઈથી કામ કરે છે.

નોંધ:- આ ફોન્ટથી શ્રુતિ લખાણ માં વેરાઈટી લાવે છે અને લખાણ વધુ સ્માર્ટ અને ઓફિસીયલ લાગે છે. તમે પ્રિન્ટ પણ એ મુજબ કાઢી શકશો. પણ આ ફોન્ટ ટાઇપ તો શ્રુતિ માંં જ કરી શકાશે.

7 comments: