March 28, 2016

2015-2016 SEMESTER- 2 EXAMINATON

Sem- 2 exminaton starts from April 16, 2016.
Result will be declared on 30th April, 2016
Summer vacation starts from 2nd May 2016.

February 26, 2015

બાળમેળો અને લાઈફ સ્કિલ બાળમેળો - 2015

બાળમેળો
તારીખઃ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫, શુક્રવાર.
સમયઃ ૮.૦૦ થી ૧૬.૦૦

આ વર્ષના બાળમેળાનું નામ 'બાળમેળો અને લાઈફ સ્કિલ બાળમેળો' - એવું આપવામાં આવ્યું છે. જેનાથી ખબર પડે છે કે બાળકોને કૌશલ્યો શીખવવાના છે. આ વર્ષે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એક શિક્ષકે બાળકોને 'સ્વચ્છતા' અંગેની વાર્તા પણ કહેવાની છે. અહીં એક 'સ્વચ્છતા' અંગેની વાર્તા મુકું છુ. આ વાર્તાને અભિનય દ્વારા ભજવી પણ શકાશે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા !
“ અરે તું હજી પણ ઘરે નથી ગયો ? નોકરીનો ટાઈમ તો ક્યારનોય પૂરો થઇ ગયો છે. ”
“ તારી વાત સાચી છે ભાઈ, પણ સવારે છોકરા ને મુકવા સ્કુલે જવું પડે તેમ હતું, આથી મોડો આવેલો. ”
“ તો શું થયું ? સફાઈ કાલે ના થઇ જાય ? ”  મોજુએ કહ્યું.
“ મોજુ, આજની સફાઈ કરવાનું છોડી દઉં તો કાલે વળી પાછો ડબલ કચરો ના થઇ જાય ? ” ડોમુ એ પોતાની નિખાલસતા બતાવી.
“ વાત તો ડોમુ તું બરાબર કરે છે. મને ખયાલ છે તારી પત્ની તું થોડો મોડો પડે કે અવળા વિચારો લાવીને તારી ચિંતા કરે છે. તું કચરો સાફ કર અને હું તેને સામેની મોટી ડસ્ટ બીનમાં નાખી આવું. ” કહીને તે કચરાગાડીને દોરવા લાગ્યો.
“ ખુબ આભાર તારો પણ જો જે પાછો મારું કામ વધી ના જાય ! ” કહીને ડોમુ હસ્યો.
“ વધી ના જાય મતલબ ??? હા…સમજ્યો ફિકર ના કર એક તીનકું પણ નીચે નહિ પડવા દઉં. ”
“ શાબાશ, તને ખબર છે; હમણા આપણા પ્રધાન મંત્રીજીએ જે સ્વચ્છતા અભિયાનને જોર આપ્યું છે તો આપણે તો ફરજ માત્ર બજાવીએ છીએ. ”
“ રાઈટ, જોને ન્યુઝ પેપરમાં ફોટો જોયેલો કે અનીલ અંબાણી જેવી હસતી પણ ઝાડું લઈને રોડ સાફ કરવા લાગેલી. ”
“ હા, તને ખ્યાલ છે, એ વ્યક્તિને ત્યાં તો એક ગામની વસ્તી જેટલા તો સફાઈ કામદારો કામ કરતા હશે. ”
“ સાચી વાત છે, હવે ગપ્પા ઓછા મારીએ તો જલ્દી કામ પૂરું થાય અને તું જલ્દીથી ઘરે જઈ શકે ! ” કહીને મોજુ તેનાં ખાસ મિત્રને મદદ કરવા લાગી ગયો.
બંને મ્યુનીસીપાલીટીમાં સફાઈ વિભાગમાં નોકરી કરતા હતા. એકબીજાને મદદરૂપ થઈને સહાનુભુતિ બતાવતા એક જીવંત દાખલા સમાન બની ગયા. એવામાં એમનો સુપરવાઈજર નીકળ્યો. બેયને કામ કરતા જોઇને તેઓએ બાઈકને થોભાવ્યું.
“ શાબાશ ડોમુ, હજી ઘરે નથી ગયો ? અને મોજું તને તો બાજુનો રોડ આપેલો છે. ”
“ સર, સવારે થોડ મોડો આવેલો તો મેકુ એટલું સાફ કરી નાખું તો કાલે બહુ લોડ ના પડે. ”
“ કેવી સરસ મેંટાલીટી છે; અને મોજુ ? ”
“ સર એ તો બહાર જતો હતો અને મને જોયો કે તમારી જેમ જ ઉભો રહી ગયો. ”
“ હા, તમને ખબર છે એની પત્ની તો ડોમુ મોડો પડે કે બહુ ચિંતા કરતી હોય ! આથી હું તેને હેલ્પ કરતો હતો. ”
“ શાબાશ, હેલ્પ કરે તે હેલ્પર હવે જ તો તારી સાચી કબુલાત. બેયને એક એક કલાકનો ઓવર ટાઈમ મંજુર કરી દઈશ. ”
“ સર અમે કંઈ ઓવર ટાઈમ નથી કરતા. તમે એય મજાના જ્યાં જતા હોય ત્યાં નીકળો બસ થોડું પત્યું કે અમે પણ નીકળીએ જ છીએ. ”
“ લો હું પણ કંઈક મદદ કરાવું; પછી ડોમુ તને તારા ઘરે છોડી દઈશ. ”
“ સર, આભાર તમારો પણ હું તો સીટી બસમાં જતો રહીશ. ”
“ ઓકે, તમે લોકો જલ્દી પતાવો, જો હું તને એટલી પણ મદદ ના કરું તો ભગવાન મને ‘ફટ ભૂંડો ’ કહે. ” સુપરવાઈજર બોલ્યા કે બેય વળી પાછા ફટાફટ સફાઈ કરવા લાગી ગયા.
જતા જતા તેમના સુપર વાઈજર વિચારતા જાય છે કે અગર હર એક સફાઈ કામદાર પોત પોતાના ભાગે આવતું કામ રોજ પૂરી કરી નાખે તો કેવું અદભુત ! આવા નાના એવા કામ માટેથી આવડા મોટા દેશના વડા પ્રધાનને સફાઈ ઝુંબેશ ઉપાડવી પડે તે દરેક નાગરિક માટે શરમજનક વાત છે. નાના એવા કામદાર પાસેથી આજે તેમને એક વસ્તુ શીખવા મળી કે; રોજનું કામ રોજે પૂરું થઇ જાય તો દરેક દિવસ રાહત અપાવે ! અને કામ કરવામાં ધગશની સાથે ઉત્સાહ પણ રહે !
કોઈ માણસ રસ્તે ચાલ્યો જતો હોય અને થાક લાગે ત્યારે બેસવા માટે વિચારે છે. આથી તે આસ પાસ જોઇને કોઈ ચોક્ખી અને ઉંચી જગ્યાએ બેસે છે. પરંતુ નીચે ધૂળમાં કે ગંદી જગ્યામાં નથી બેસી જતો; કારણ તેનું દિલ થાકીને લોથ પોથ થયા બાદ સ્વીકારતું નથી. એટલે જ કોઈએ કહ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મીન્સ પ્રભુનો વાસ.
વિદેશમાં જઈએ તો ખ્યાલ આવે કે ત્યાં કેટલી સ્વચ્છતા છે. અને સ્વચ્છતા નો ભંગ કરનારને દંડની પણ જોગવાઈ છે. ભારતનો કોઈ પણ નાગરિક વિદેશમાં જાય ત્યારે આ બધું જુએ છે ને પાલન પણ બરાબર કરે છે.
કોઈ મહાન માણસોના કહેવા મુજબ, અગર દરેક વ્યક્તિ પોત પોતાની ફરજોને અકડીને ચાલે તો સફાઈ કામદારો ને ઘણી રાહત મળે. અને દેશ આખો એટલો સ્વચ્છ રહે કે રોજ દિવાળી !
દિવાળીના દિવસોમાં ઘરે ઘરે સફાઈ અભિયાન ચાલતા જોવા મળે છે. અભિયાન પૂરું થાય પછીનો થાક મીઠો લાગે છે અને લોકો રંગોળી પૂરીને, મીઠાઇ ખાઈ ને તહેવારો ઉજવે છે.
બીજા દિવસે ડોમુ અને મોજુ કામ માટે ગયા તો સૌએ તેમને ઊંચકી લીધા. તેમની સિફારિશ છેક કમિશ્નર સુધી થઇ. બેયને કામમાં બઢતી મળી અને પગાર વધ્યો. જેનાથી તેમની દિવાળીનો તહેવાર પણ સુધરી ગયો. બેય શાંતિથી બેઠા હતા ત્યારે વિચારે છે કે, ફરજનું પાલન કરવાથી પણ ઈજ્જત અને સન્માન મળે છે. એવું તો કોઈ મોટું કામ નહોતું કર્યું પણ ફરજ પ્રત્યે જે વફાદારી અને પ્રમાણીકતા બતાવી તે કામ કરી ગઈ.
આવા નાના માણસ પાસેથી પણ મોટો માણસ જો શીખે તો નાનામાં નાની ગંદકી દૂર થઇ જાય. દેશમાં આવતા વિદેશી પર્યટકો આપણી ગંદકી જોઇને નાકના ટીચકા ચડાવે છે. તો એમને પણ ખબર પાડી દઈએ કે, ભારત દેશ ભલે મોટો અને વધુ વસ્તી ધરાવતો; પણ સ્વચ્છ દેશ છે !
“ તને ખ્યાલ છે મોજુ ? એક વાર ટ્રેનમાં એક ભાઈએ દાણા-ચણા ખાઈને કાગળનો ટુકડો ખિસ્સામાં મુક્યો કે મને તેમના પર થોડી ખીજ ચઢેલી. એવડા મોટા માણસ થઈને આવડો પેપરનો ટુકડો સંઘરીને પસ્તી માટે રાખશે ? પણ જયારે મેં સ્ટેશન પર ઉતરીને તે ટુકડો કચરાપેટીમાં નાખતા જોયો અને ખબર પડી. આથી તેમના પર માન ઉપજ્યું. ”
“ હા ડોમુ, એ પણ એક ખિસ્સાનો મહત્વનો ઉપયોગ થયો ગણાય ! ”
“ તેં તો મને ભણવાના દિવસો યાદ અપાવી દીધા. આના ઉપયોગો લખો ને તેના ઉપયોગો લખો. ”
“ ત્યારે બરાબર ઉપયોગો લખ્યા હોત તો સફાઈ કામદાર ના હોત ! ”
“ એ બધું છોડ પણ આજ મને સમજાયું કે નાનું કામ પણ મોટું સન્માન અપાવે છે. ”
“ તારી વાત સાચી છે. ”
કહીને બેય એકબીજાને વળગી પડ્યા. તેમને જોઇને ચારે બાજુ ઝાડો હલવા લાગ્યા ને ઉપર રિયો રિયો સૂર્ય મરકી ને બેયને વધામણી આપવા લાગ્યો.
********************** આભાર *********************

February 13, 2015

૬૬ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી (૨૬ જાન્યુઆરી ૨૦૧૫)

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫
સોમવાર

આજ રોજ શ્રી નગવાડા પ્રાથમિક શાળામાં ભારતના ૬૬મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
(રાષ્ટ્રધ્વજ ફરકાવતા સરપંચશ્રી)
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ગામના સરપંચ શ્રીમતી દલીબેન મકવાણા, ઉપસરપંચશ્રી રઘુભાઇ બાર, તલાટી/મંત્રીશ્રી ઉસ્માનભાઇ ભટ્ટી, એસ.એમ.સી.ના સભ્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સૌપ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની યાદી નીચે મુજબ છે